Tuesday, December 31, 2013

મકરસંક્રાંતિએ વર્ષ, તારીખ, તિથિ એક સમાન, 14નો અનોખો સંયોગ રચાશે

નવા વર્ષની શુભ શરૂઆતનો પ્રથમ તહેવાર મકરસંક્રાંતિ, આ વખતે રચાશે અનોખો સમન્વય પણ કેવી-રીતે? વધુ જાણવાં કરો ક્લિક...

ગાંધીનગર,31 ડિસેમ્બર

નવા વર્ષની શુભ શરૂઆતનો પ્રથમ તહેવાર મકરસંક્રાંતિ છે. આ વખતનો અનોખો સમન્વય ધરાવતાં મકરસંક્રાન્તિની ખાસ વિશેષતા છે.ખાસ વાત એ છે કે માત્ર સવારનું મુર્હુત જ નહીં પરંતુ સમગ્ર દિવસ લોકો દાન-પુણ્ય કરી પોતાનાં પુણ્યનું ભાથુ બાંધી શકશે.દાન-પૂણ્‍ય માટે લોકોને આખો દિવસ મળશે. આ ઉત્તરાયણ વેપાર અને શેરબજાર માટે શ્રેષ્ઠ માનવામાં આવી રહી છે.સત્તાવાર સુત્રોનાં જણાવ્‍યા અનુસાર મંગળવારે ઉત્તરાયણ ઉપર ચૌદશની તિથિની વૃદ્ધિ થઈ રહી છે પરંતુ આ વખતે પહેલી ચૌદશ તિથિએ જ મકરસંક્રાંતિ ઉજવાશે.

ઉલ્લેખનીય છે કે શાસ્ત્રોમાં શુક્‍લપક્ષમાં આવતી તિથિને શ્રેષ્ઠ અને શુભ માનવામાં આવે છે. આનાં કારણે વ્‍યાપારિક વસ્‍તુઓમાં મંદી આવે છે. સામાન્‍ય માણસોને મોંઘવારીથી થોડી રાહત મળશે.અંકો અનુસાર જોઇએ તો 14નો મૂળાંક 5 બને છે. તેનો સ્‍વામી બુધ માનવામાં આવે છે જે મંગળકારી છે. આ સાથે જ મોંઘવારીમાંથી રાહત મળવાની સંભાવના છે.

સત્તાવાર સુત્રોનાં જણાવ્યાં પ્રમાણે શાસ્ત્રોમાં શુક્‍લપક્ષ તિથિ વૃદ્ધિને શ્રેષ્ઠ અને ફળદાયી ગણવામાં આવે છે.લોકોને મોંઘવારીમાંથી થોડી રાહત મળી શકે છે. આંકડા મુજબ જોઈએ તો 14નો મુળાંક 5 છે. તેનો સ્‍વામી બુધ, તે મંગળનું પ્રતિક છે.

વધુમાં 2014માં મકરસંક્રાંતિએ શુક્ર અસ્‍તનો રહેશે. આ જ પ્રકારનો તારીખ અને તિથિનો સંયોગ 2007માં જોવા મળ્‍યો હતો. તે વર્ષે ઉત્તરાયણ માદ્ય કૃષ્‍ણ પક્ષની ચતુર્દશીના દિવસે હતી. સંક્રાંતિમાં અધિક માસ સહિત 13મહિના સાથે એક મહિનાને જોડીને 14 વસ્‍તુનાં દાનનો મહિમા છે. 14નો આંક વેપાર અને શેરબજારનું પ્રતીક માનવામાં આવે છે.

No comments:

Post a Comment